પીએમ મોદીએ નવી સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવી સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું હતું.

કન્સેપ્ટ સ્કેચ અને નવી સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકના કાસ્ટિંગની પ્રક્રિયા ક્લે મોડેલિંગ/કોમ્પ્યુટર ગ્રાફિકથી લઈને બ્રોન્ઝ કાસ્ટિંગ અને પોલિશિંગ સુધીની તૈયારીના આઠ જુદા જુદા તબક્કામાંથી પસાર થઈ છે.

રાષ્ટ્રીય પ્રતીક બ્રોન્ઝથી બનેલું છે અને તેનું કુલ વજન 9500 કિગ્રા છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે. તેને નવી સંસદ ભવનનાં સેન્ટ્રલ ફોયરની ટોચ પર નાખવામાં આવ્યું છે. પ્રતીકને ટેકો આપવા માટે લગભગ 6500 Kg વજનનું સ્ટીલનું સહાયક માળખું બનાવવામાં આવ્યું છે.

Leave a Comment